આર્થિકભીંસમાં આવી ગયેલ વેપારી એ જીવન ટુકાવ્યું

By Our Vadodara

Published

આર્થિકભીંસમાં આવી ગયેલ વેપારી એ જીવન ટુકાવ્યું

રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ નીલકંઠ ટોકીઝની પાછળ આવેલા મેહુલનગરમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા સોની વેપારી ૫૮ વર્ષીય રહેતા હરિકૃષ્ણભાઈ જયચંદભાઈ રાણપરા એ આર્થીકભીંસથી કંટાળી 12 ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેઓનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Browse all news articles