દીકરીને કેનેડા ભણવા મોકલવાની લાલચ આપી પરણિતા સાથે દુષ્કર્મ

By Our Vadodara

Published

દીકરીને કેનેડા ભણવા મોકલવાની લાલચ આપી પરણિતા સાથે દુષ્કર્મ

વડોદરાના નવાપુરા વિસ્તારમાં પરણિતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દીકરીને કેનેડા ભણવા મોકલવાની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરવાનું કૃત્ય આચરવામાં આવ્યું છે.આરોપી પરિવાર સાથે પરિણીતાને ઘનિષ્ઠ સંબંધો હતા જેનો લાભ ઉઠાવી મેહુલ શાહે દુષ્કર્મ આચર્યું અને છુપા કેમેરાથી અંગત પળોનો વીડિયો ઉતાર્યો હતો તેમજ કેસ પાછો ખેંચવા માટે ધમકીઓ આપવામાં આવી હતી.માતા જ નહીં, પરંતુ તેની માસૂમ દીકરી સાથે પણ અડપલાં કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.નવાપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી એક આરોપીને દબોચી લીધો છે અને અન્ય ફરાર આરોપીઓની તપાસ તેજ કરી છે.

Browse all news articles