કાલાવડ રોડ પર પગપાળા જતાં યુવકને છરી બતાવી લૂંટી લેનાર એક સગીર સહીત ત્રણ ઝડપાયા

By Our Vadodara

Published

કાલાવડ રોડ પર પગપાળા જતાં યુવકને છરી બતાવી લૂંટી લેનાર એક સગીર સહીત ત્રણ ઝડપાયા

કાલાવડ રોડ ઉપર આજે વહેલી સવારે ન્યારી ડેમ રોડ પર સફલ બિલ્ડિંગમાં રહેતો અને કેટરર્સનું કામ કરતો ૨૧ વર્ષીય કુલદીપ વિંઝુડા વતન તાલાલાના જસાપુર જવા માટે ઘરેથી પગપાળા નીકળ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેને છરી બતાવી તેનો થેલો આંચકી લઇ રૂા. ૨૨૦૦ની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જેનો ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતાં. જેમાંથી એક આરોપી ગુનાહિત ઈતિહાસ ધરવતો હોવાનું સામે આવ્યું છે.

Browse all news articles