રાજકોટ માં ધોરણ-૧૦ની છાત્રા સહિત બે કિશોરીઓ લાપતા : પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
By Our Vadodara
Published
.jpg?alt=media&token=fd8f4176-2185-47c6-bfbb-3fc174f7a4a4)
રાજકોટ શહેરમાંથી બે સગીર કિશોરીઓ ગુમ થવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પહેલા બનાવ માં નાનામવા વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૦માં ભણતી છાત્રા ગઈકાલે શાળાએ ગયા બાદ પરત ફરી ન હતી. પિતાએ શાળાએ જઈ તપાસ કરતા સીસીટીવીમાં પુત્રી બપોરે ૧૨:૪૧ વાગ્યે શાળાએથી બહાર નીકળતી જોવા મળી હતી, ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નથી. માલવીયાનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. જ્યારે બીજા બનાવમાં રાજકોટના રસુલપરા વિસ્તારમાંથી પણ ગઈકાલે સવારે એક કિશોરી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. જે મામલે કિશોરીના પિતાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.