વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું 39.52 કરોડનું બજેટ મંજૂર
By Our Vadodara
Published
વડોદરા જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27ના બજેટની મંજૂરી માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતનું 39.52 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે વિપક્ષના વિરોધ બાદ મંજૂર કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી માટે સમાજ કલ્યાણ વિભાગમાં નાણાંની કોઈ ફાળવણી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપ કરી ફ્લોર પર બેસી જઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જયારે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવ્યું હતું કે, બજેટમાં જિલ્લા સભ્યોએ સૂચવેલા વિકાસના કામો માટે 6 લાખ એમ કુલ મળી બે કરોડ ચાર લાખની જોગવાઈ કરવામાં આવી છે. વધુ માં વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે, ભાજપ શાસિત પંચાયતનું બજેટ માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગે છે. જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે બજેટમાં જે ફાળવણી કરવામાં આવી હતી તે પૈકી નાણાંનો વપરાશ થયો નથી. માત્ર કાગળ ઉપર જ બજેટ જોવા મળે છે.