મોડીરાત્રે બ્રાઇટ સ્કૂલમાં આવેલ ધમકી ઈમેલનો ખુલાસો! પરીક્ષા ન આપવા કરી મજાક?

By Our Vadodara

Published



વડોદરાની 16 જેટલી શાળાઓને ઉડાવી દેવાની ધમકી વચ્ચે મોડીરાત્રે વડોદરાની બ્રાઇટ સ્કૂલને પણ ધમકી ઈમેલ મળ્યો હતો.આ ઈમેલની તપાસમાં વડોદરા સાયબર પોલીસને મહત્વની કડી મળી છે. ટેકનિકલ તપાસમાં ખુલાસો થયો છે કે બ્રાઇટ સ્કૂલમાં ધમકી આપનાર બીજું કોઈ નહીં પણ તે જ શાળાનો એક વિદ્યાર્થી હતો! પરીક્ષાના ડરને કારણે વિદ્યાર્થીએ પોતાની માતાના મોબાઈલમાંથી ઈ-મેલ કર્યો હતો પોલીસે વિદ્યાર્થી અને તેના પરિવારને બોલાવી કાયદાનું ભાન કરાવ્યું છે જોકે અન્ય શાળાઓમાં આવેલા ધમકી ઈમેલ વિદેશથી ઓપરેટ થતા હોવાની પ્રાથમિક વિગતો મળી છે, જેની તપાસ હજુ પણ ઊંડાણપૂર્વક ચાલી રહી છે. પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે અપીલ કરી કહ્યું હતું કે,કોઈપણ પ્રકારની અફવા કે મજાકમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવી આ કાનૂની રીતે ગંભીર ગુનો છે અને તેની સજા આખા પરિવારને ભોગવવી પડી શકે છે. વાલીઓને વિનંતી કે પોતાના બાળકો સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ પર શું કરી રહ્યા છે તેની સતત કાળજી રાખે!

Browse all news articles