.jpg?alt=media&token=719a3bca-8536-4f57-aafb-f0530ccc0766)
.jpg?alt=media&token=4980f612-d26e-40a9-bc90-f4f692ac7dd3)
.jpg?alt=media&token=c8bb1bd7-c778-4db9-a955-e406a2b0e63e)
વડોદરામાં ગઈકાલે આવેલી સ્ફોટક પ્રદાર્થ શાળાઓને ઉડાડી મુકવાની ધમકીઓ વચ્ચે આજે વિદ્યાર્થીઓના ઉત્સાહને ડગાવી શકી નથી.શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આજે સવારે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ગુલાબના ફૂલ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું,કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત દરેક સેન્ટર પર જોવા મળ્યો હતો.વાલીઓએ સ્પષ્ટ જણાવ્યું કે 'ધમકી આપનારા તત્વો સફળ નહીં થાય' અમને વડોદરા પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર અતૂટ વિશ્વાસ છે.ધમકીના માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.