શોર્ટ સર્કિટથી 'અર્થ આઈકોન' બિલ્ડિંગમાં આગ!

By Our Vadodara

Published



વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી અર્થ આઈકોન બિલ્ડિંગમાં આજે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના CCTV કેમેરા રૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં લીધી હતી.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી જે એક મોટી રાહતની વાત છે.

Browse all news articles