શિવજી ની સવારીમાં હાથસફાઈ કરતી ગેંગ ઝડપાઇ!

By Our Vadodara

Published



વડોદરામાં આન અને શાન સાથે નીકળેલી શિવજીની સવારીમાં હાથ સફાઈના કરતબ દેખાડનારા ચોરો સક્રિય બન્યા હતા,દરમિયાન શિવજી ની સવારીમાં ભીડનો લાભ ઉઠાવી એક બાળકીના કાનના દાગીના ચોરી કરનાર ગેંગને વડોદરા પોલીસે ઝડપી પાડી છે.પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ થયો છે.પકડાયેલા ૫ આરોપીઓ પાલનપુરથી ખાસ ચોરી કરવા માટે વડોદરા આવ્યા હતા.આ ગેંગ મોટા મેળાવડા અને ધાર્મિક ઉત્સવોમાં મહિલાઓ-બાળકોને ટાર્ગેટ કરતી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીના દાગીના પણ રિકવર કર્યા છે.

Browse all news articles