વડોદરા મહાનગર પાલિકાની પહેલી બજેટ સભા મુલતવી

By Our Vadodara

Published



આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે બજેટ બાબતે મહત્વની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તાજેતરમાં થયેલી પ્લેન ક્રેશની અત્યંત દુઃખદ દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના માનમાં સભાના પ્રારંભે જ ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.સભાની શરૂઆતમાં તમામ સભ્યો દ્વારા દુર્ઘટનાના ભોગ બનનાર વ્યક્તિઓના માનમાં શોક દર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના શોકને કારણે અને દિવંગતો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે આજની બેઠકને સવારે ૧૧:૦૦ વાગ્યે મુલતવી રાખવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.આ બજેટ સભા ત્રણ દિવસ સુધી મળશે જેમાં બજેટ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Browse all news articles