શાળાઓ બાદ હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ નિશાન પર! ધમકીના ઇ-મેઇલથી દોડધામ

By Our Vadodara

Published



વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે 11 શાળાઓને ઉડાવી દેવાની ધમકી બાદ આજે દિવાળીપુરા સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ (ન્યાય મંદિર) ને વિસ્ફોટથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેસેજ મળતા તંત્ર દોડતું થયું છે.ધમકી મળતા જ વડોદરા પોલીસ, બો#મ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે અને ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.એકસાથે સંવેદનશીલ સ્થળોને ટાર્ગેટ કરવાની ધમકી મળતા વકીલો, અસીલો અને સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો.

Browse all news articles