યુવક કરગરતો રહ્યો પણ....'તાલિબાની સજા' વિડીયો વાયરલ!
By Our Vadodara
Published
વડોદરાના જેતલપુર રોડ પર આવેલા ઈન્ડિયાબુલ્સ મોલમાં માનવતા અને કાયદો બંને શર્મસાર થયા છે.એક નિ:સહાય યુવકને ત્રણ શખ્સોએ જાહેરમાં પ્લાસ્ટિકની પાઈપો વડે ઢોર માર માર્યો અને જાણે આ કોઈ બહાદુરીનું કામ હોય તેમ તેનો વિડિયો પણ વાયરલ કર્યો? યુવક કરગતો રહ્યો પણ હુમલાખોરો તેને લાફા અને લાતો ફટકારી નિર્દયતાની હદ વટાવતા રહ્યા હતા! કહેવાય છે કે આ પ્રકરણમાં એક યુવતીની પણ ભૂમિકા છે.ખેર મામલો અકોટા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે પરંતુ કેટલાક રાજકીય માથાઓ આ મામલે 'ભીનું સંકેલવા' મેદાનમાં ઉતર્યા છે.ત્યારે સવાલ શું પોલીસ કોઈ પણ દબાણ વગર કડક કાર્યવાહી કરશે? કે પછી કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે?