રાજકોટના નિમય પુરોહિતે JEE મેઈનમાં 100 પર્સેન્ટાઈલ સાથે ઈતિહાસ રચ્યો!

By Our Vadodara

Published



રંગિલા રાજકોટ માટે આજે ગૌરવની ક્ષણ છે! શહેરના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે JEE મેઈન પરીક્ષામાં 100 પર્સેન્ટાઈલ મેળવી આખા ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.નિમયના માતા-પિતા વ્યવસાયે તબીબ છે પરંતુ નિમયે વિજ્ઞાન પ્રવાહના 'A' ગ્રુપમાં રહીને એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.ધોરણ ૧૨ સાયન્સની સાથે સાથે JEE જેવી અઘરી પરીક્ષામાં ટોપ કરી નિમયે સાબિત કરી દીધું કે સખત મહેનત અને ચોક્કસ આયોજનનું પરિણામ હંમેશા મીઠું હોય છે.નિમયેની આ સિદ્ધિથી રાજકોટના શૈક્ષણિક જગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

Browse all news articles