અમદાવાદીઓ માટે ખુશખબર: મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો!

By Our Vadodara

Published

અમદાવાદીઓ માટે ખુશખબર: મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો!





આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનારી રોમાંચક ટી-20 મેચને લઈને મેટ્રો પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓને ઘરે પાછા ફરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે આજે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ટ્રેનો રાત્રે 12:30 કલાક સુધી દોડશે. મેચના ભારે ધસારાને પહોંચી વળવા માટે ખાસ 'વિશેષ ટ્રેનો' પણ દોડાવવામાં આવશે, જેથી તમે મેચનો આનંદ નિશ્ચિંત થઈને માણી શકો.

Browse all news articles