સરકારી આવાસમાં PGનો ગેરકાયદે ખેલ: AMCના એક્શનથી ફફડાટ!

By Our Vadodara

Published



અમદાવાદના પોશ ગણતા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ સરકારી આવાસ (LIG 19) માં નિયમોના ધજાગરા ઉડાડીને PG (Paying Guest) ચલાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નવાઈની વાત તો એ છે કે, આ ગેરકાયદે PG માટે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ જાહેરાતો પણ આપવામાં આવતી હતી. કોર્પોરેશનની ટીમે ત્વરિત કાર્યવાહી કરતા બંને મકાનો સીલ કરી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ તો માત્ર શરૂઆત છે, કારણ કે હવે ભાડે અપાતા અન્ય સરકારી મકાનો પણ તંત્રના રડારમાં છે. સરકારી મિલકતનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનારા સાવધાન!

Browse all news articles