અમદાવાદમાં 'કોર્પોરેટર પિતા'નો પાવર: AMCની ટીમને રોકી અધિકારીઓને ધમકાવ્યા!

By Our Vadodara

Published



અમદાવાદના ખોખરા વિસ્તારમાં સત્તાના નશામાં ચૂર એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દબાણ હટાવવા ગયેલી AMCની ટીમને રોકતા અને ધમકાવતા જોવા મળે છે. "હું પોતે કાઉન્સિલર છું" તેમ કહીને તેમણે તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો અને અધિકારીઓને પડકાર ફેંકતા કહ્યું કે, "તમારે જે કરવું હોય તે કરો".વીડિયોમાં તેઓ RTI કરનારાઓ પર દોષારોપણ કરતા અને લોકો આપઘાત કરશે તેવી ચીમકી આપતા પણ સંભળાય છે. શું જનપ્રતિનિધિઓના પરિવારજનોને કાયદો હાથમાં લેવાની આટલી છૂટ હોવી જોઈએ?

Browse all news articles