₹60.14 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં વધુ એક આરોપી ઝડપાયો

By Our Vadodara

Published



સાયબર ક્રાઇમ સેલ દ્વારા ભેસ્તાન-વડોદ વિસ્તારમાંથી પ્રતિક શુક્લા નામના ડિજિટલ ડિઝાઇનરની ધરપકડ કરવામાં આવી છે.સાયબર ગઠિયાઓએ મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારી બની ફરિયાદીને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી 'ડિજિટલ એરેસ્ટ' કરી કુલ ₹60.14 લાખ પડાવી લીધા હતા. મહત્વનું છે કે પ્રતિકે અંકુર કુશવાહા પાસેથી IDBI બેંકનું એકાઉન્ટ ₹6,000ના કમિશન પર ભાડે લીધું હતું અને સાયબર ફ્રોડ ટોળકીને પૂરું પાડ્યું હતું. જે એકાઉન્ટમાં ડિજિટલ એરેસ્ટના ₹24.81 લાખ જમા થયા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ જ એકાઉન્ટ વિરુદ્ધ અન્ય રાજ્યોમાં પણ 5 ફરિયાદો નોંધાયેલી છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમે આરોપી પ્રતિક શુક્લાના બે દિવસના રિમાન્ડ મેળવી ટોળકીના અન્ય સભ્યો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

Browse all news articles