સુરત કલેકટર કચેરી દ્વારા શહેરની ૧૬ વિધાનસભા બેઠકોની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે ડિસેમ્બર મહિનાથી ચાલી રહેલી સુધારા પ્રક્રિયા બાદ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જો આંકડા પર નજર કરીએ તો પુરુષ મતદારો ૧૮,૮૩૩૮૧ , જયારે મહિલા મતદારો 17,૫૫,૫૬૮ તેમજ થર્ડ જેન્ડર માં ૯૩ પૈકી નવા ઉમેરાયેલા ૧૫,૮૪૯ મળી કુલ ૩૬,૩૯,૦૪૨ મતદારો થવા જાય છે. ૧૮-૧૯ અને ૨૦-૨૯ વર્ષની વયના યુવા મતદારોની સંખ્યામાં ૧૩,૦૦૦ થી વધુનો મોટો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે આ યાદી ફોર્મ નંબર ૬, ૭ અને ૮ ના આધારે તૈયાર કરવામાં આવી છે. ૩૦ તારીખ પછી મળેલા ફોર્મ્સની વિગતો હવે પછીની પૂરક યાદીમાં સમાવવામાં આવશે.