જાહેરમાં ગાંજાની ચલમ બનાવી નશો કરતા યુવાન ને પાઠ ભણાવતી પોલીસ
By Our Vadodara
Published
યોગીચોકના એપલ સ્કવેરના પાર્કિંગમાં યુવકો ગાંજાની ચલમ બનાવી નશો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે વાયરલ વીડિયો બાદ સરથાણા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.આદિત્ય હીરપરા નામના ઇસમની પોલીસે કરી અટકાયત કરી હતી. પોલીસ પકડમાં આવેલ આદિત્યએ માફી માંગી હવે પછી એ પ્રકારનું કૃત્ય નહીં કરે તેવી બાહેંધરી આપી. તેમજ ગાંજો રેલ્વે ટ્રેક નજીકથી લાવ્યો હોવાની કબુલાત કરી. જે બાદ એપલ સ્કેવરના પાર્કિગમાં નશો કર્યો હોવાનો કર્યો સ્વીકાર કર્યો હતો. સરથાણા પોલીસે આદિત્ય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.