પોશ વિસ્તાર સાઉથ-વેસ્ટ ઝોનમાં બાકીદારો સામે કાર્યવાહી : રૂ.70 લાખથી વધુની વસૂલાત
By Our Vadodara
Published

ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓ નજીક આવતા જ સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં બાકીદારો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં કુલ 168 જેટલી મિલકતોને સીલ મારી દીધી હતી. આ સાથે જ રૂપિયા 70 લાખથી વધુની વસૂલાત કરી હતી.