લાલગેટમાં પે-એન્ડ-યુઝ ટોયલેટ પાસે MD ડ્રગ્સ વેચતો શખ્સ ઝડપાયો
By Our Vadodara
Published
લાલગેટ પોલીસે બાતમીના આધારે અરબાઝ ઈસ્માઈલ શેખ નામના આરોપીની 50.40 ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. આરોપી મહાનગર પાલિકાના પે-એન્ડ-યુઝ ટોયલેટ પાસે ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહ્યો હતો. પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી આ ડ્રગ્સ આદિલ ઉર્ફે મસાલા નામના શખ્સ પાસેથી લાવી પોતાના અંગત આર્થિક લાભ માટે વેચતો હતો. હાલ આરોપી એક દિવસના પોલીસ રિમાન્ડ પર છે. લાલગેટ પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.