સૂરત શહેરમાં સ્માર્ટ મીટર સામે ફરી થયો ભારે વિરોધ

By Our Vadodara

Published



DGVCLના કર્મચારીઓ હની પાર્ક રોડ પર આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા. જેનો રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે સ્થાનિકો અને DGVCL કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સોસાયટીના રહીશોએ DGVCL કર્મચારીઓ એ તેમની જાણ વગર મીટર લગાવ્યા હોવાના આક્ષેપ કર્યા. તેમજ DGVCL અધિકારોએ મીટર અમારા છે એટલે અમે મીટર અમે બદલીશું ના જવાબ આપતા રહીશો વચ્ચે તું તું મેં મેં થવા પામી હતી.

Browse all news articles