લાખોના ફ્લેટ પણ સુવિધાના નામે 'મીંડું' : નવા ઉદ્ઘાટન થયેલા શ્રીરામ ચોકમાં પાણીની રેલમછેલ

By Our Vadodara

Published

શહેરના પોશ ગણાતા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે ચોકનું ઉદ્ઘાટન હજુ બે દિવસ પહેલા જ ભાજપના કોર્પોરેટરો દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું હતું, ત્યાં જ હવે પાણીની પાઈપલાઈન તૂટતા લાખો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. જેને પગલે શ્રીરામ ચોક પાસે પાણીની લાઈન તૂટી જવાથી દરરોજ સવારે રસ્તાઓ નદીમાં ફેરવાય છે. આશ્ચર્યની વાત એ છે કે બે દિવસ પહેલા જ આ વિસ્તારનું લોકાર્પણ થયું હતું. ત્યારે અહી મોંઘાદાટ ફ્લેટ માં રહેતા રહીશો ને પારાવાર હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. રહીશો એ સમસ્યા ના નિરાકરણ ની માંગ કરી છે.

Browse all news articles