અમદાવાદમાં સ્કૂલ વેનનો અકસ્માત: માસૂમોનો આબાદ બચાવ!
By Our Vadodara
Published
ખોડિયાર નગર બ્રિજ પાસે દિવાન બલ્લુભાઈ સ્કૂલની વેન BRTS રેલિંગ સાથે અથડાઈ. સદનસીબે વેનમાં સવાર 10 વિદ્યાર્થીઓ સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાએ 'સ્કૂલ વેન' ના નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. ખખડધજ હાલત અને સફેદ નંબર પ્લેટ (ખાનગી પાસિંગ) ધરાવતી આ વેન નિયમ વિરુદ્ધ રસ્તા પર દોડી રહી હતી. શું આપણે આપણા બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છીએ?