છારાનગરમાં LCBનો સપાટો: દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી પોલીસ!
By Our Vadodara
Published
અમદાવાદના સરદારનગર સ્થિત છારાનગરમાં LCB (Local Crime Branch) દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ૧૨૦૦ લિટર દારૂ બનાવવાનો વોશ અને ૩૦ લિટર તૈયાર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં 'સંધ્યા છારા' નામની મહિલાનું નામ સામે આવતા તેની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂબંધીના કડક અમલ માટે પોલીસનો આ મોટો સપાટો ગણાઈ રહ્યો છે.