સુરત એરપોર્ટ પર હવે 'મોજ' પડશે: એરપોર્ટ પર પણ મળશે સસ્તા દરે નાસ્તો!
By Our Vadodara
Published
સુરતીલાલાઓ માટે ખુશખબર! હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખાણી-પીણીના મોંઘા ભાવથી મુક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી કિન્જરાપુ રામ મોહન નાયડુ દ્વારા 'ઉડાન યાત્રી કેફે' સહિત 5 નવી સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે માત્ર ₹10માં ચા-પાણી અને ₹20માં ગરમાગરમ સમોસાનો આનંદ માણી શકાશે. મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે લેવાયેલું આ એક શાનદાર અને આવકારદાયક પગલું છે.