સુરતમાં બોર્ડની પરીક્ષાનું 'સ્માર્ટ પ્લાનિંગ': ટ્રાફિક નડે તો પોલીસ કરશે મદદ!

By Our Vadodara

Published



આગામી ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે સુરત સજ્જ છે. મેટ્રો અને બ્રિજની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સુરતમાં પ્રથમ વખત પરીક્ષા કેન્દ્રોનું QR કોડ મેપિંગ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન વચ્ચેના સંકલનથી ૨૦૩ જેટલા ટ્રાફિકગ્રસ્ત સેન્ટરો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય, તો સુરત પોલીસ તેને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. વાલીઓને વિનંતી છે કે ગૂગલ મેપનો ઉપયોગ કરે અને ઘરથી વહેલા નીકળે.

Browse all news articles