સુરતમાં ફાયર વિભાગનું 'સુપરમેન' રેસ્ક્યુ: ૩૦ ફૂટ ઊંડા OTSમાં ફસાયેલા યુવકનો બચાવ!

By Our Vadodara

Published



સુરતના સારોલી વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં આજે વહેલી સવારે દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. એક માનસિક બીમાર યુવક અચાનક મકાનના ૩૦ ફૂટ ઊંડા OTS (Open to Sky) માં ખાબક્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને એક જાબાંઝ જવાન દોરડાની મદદથી નીચે ઉતરી યુવકને સુરક્ષિત બહાર કાઢી લાવ્યા હતા. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસને સોંપવામાં આવ્યો છે. ફાયર જવાનની આ બહાદુરીને લોકો સલામ કરી રહ્યા છે!

Browse all news articles