લગ્ન નોંધણીના નિયમોમાં આવશે મોટો બદલાવ: હવે માતા-પિતાની સંમતિ બનશે અનિવાર્ય?

By Our Vadodara

Published



સુરત સહિત રાજ્યભરમાંથી ઉઠેલી લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની માંગણીનો વિધાનસભામાં પડઘો પડ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ અંગે નિયમોમાં સુધારા કરવાની મહત્વની જાહેરાત કરી છે. લગ્નમાં માત્ર વર-વધૂના 'સેલ્ફ ડિકલેરેશન'ને બદલે માતા-પિતાનું સેલ્ફ ડિકલેરેશન ફરજિયાત કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે. ત્યારે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સરકારના આ પગલાને આવકારી સૂચન કર્યું છે કે આ વિધેયકમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે શિક્ષાત્મક અને દંડનીય જોગવાઈઓ પણ ઉમેરવી જોઈએ. જો કે સરકાર હાલ આ મામલે લોકોના વાંધા-સૂચનો મંગાવી રહી છે. ટૂંક સમયમાં સામાજિક અગ્રણીઓ સાથે મળીને એક મજબૂત ડ્રાફ્ટ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

Browse all news articles