શિક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય: ‘ઇન્ટરનેશનલ વીક 2026’ માં પારૂલ યુનિ. અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક એમઓયુ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=5ea3a75d-de87-4f60-b4c8-30f52f7d12a4)
.jpg?alt=media&token=1dd764a4-bb18-4e49-a903-30a5abf458b9)
.jpg?alt=media&token=7b8f52dc-b0d0-4167-92bb-603e72364bf4)

પારૂલ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ વીક-2026 દરમિયાન ન્યુઝીલેન્ડ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરનાર ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની છે. આ એમઓયુ અંતર્ગત ન્યુઝીલેન્ડની સાત પ્રતિષ્ઠિત સરકારી યુનિવર્સિટીઝ સાથે શૈક્ષણિક સહયોગ, સંયુક્ત સંશોધન અને કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હાથ ધરાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ટૂંકા ગાળાના કોર્સ નહીં, પરંતુ લાંબા ગાળાના સંશોધન અને ઇનોવેશન આધારિત શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરવાનો છે. ન્યુઝીલેન્ડના ડેપ્યુટી હાઇ કમિશનર મેથ્યુ એયર્સ અને 22 દેશોના 70 થી વધુ એકેડેમિક લીડર્સની હાજરીમાં આ સેન્ટર લોંચ કરવામાં આવ્યું હતું. આ સહયોગથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે અને ઇન્ડસ્ટ્રી-કેન્દ્રિત ભવિષ્ય માટે સજ્જ શિક્ષણ પ્રોત્સાહિત થશે.