અમદાવાદ પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી!
By Our Vadodara
Published
ગુજરાતના અનેક શહેરો બાદ હવે અમદાવાદના પાસપોર્ટ સેવા કેન્દ્રને નિશાન બનાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ધમકી મળતા જ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક કચેરી ખાલી કરાવવામાં આવી છે. પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જનતાને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષિત રહો, સાવધ રહો!