રાજકોટના રાજકારણમાં ધડાકો! કોંગ્રેસના 'ચાણક્ય' ગણાતા ઈન્દ્રનીલ રાજગુરૂની રાજકીય નિવૃત્તિ

By Our Vadodara

Published

રાજકોટના રાજકારણમાં ધડાકો! કોંગ્રેસના 'ચાણક્ય' ગણાતા ઈન્દ્રનીલ રાજગુરૂની રાજકીય નિવૃત્તિ

રાજકોટના રાજકારણમાં વર્ષો સુધી જેમના નામનો દબદબો રહ્યો છે તેવા ધુરંધર નેતા ઈન્દ્રનીલ રાજગુરૂએ આજે એકાએક રાજકીય નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. 60 વર્ષની ઉંમરે તેમણે સક્રિય રાજકારણને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.રાજકારણમાં કોંગ્રેસના 'ચાણક્ય' ગણાતા ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું કે '૬૦ પછી નિવૃત્તિ શ્રેષ્ઠ છે' અને હવે તેઓ સક્રિય રાજકારણમાંથી હટીને અંગત જીવન પર ધ્યાન આપશે ત્યારે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આવનારી ચૂંટણીઓ પહેલાં ઈન્દ્રનીલ રાજગુરૂ જેવા કદાવર નેતાનું જવું રાજકોટ કોંગ્રેસ માટે નુકશાન સાબિત થશે.

ઈન્દ્રનીલ રાજગુરૂની આ નિવૃત્તિ પાછળ કોઈ અન્ય રાજકીય ગણિત છે કે ખરેખર નિવૃત્તિ, તે તો આવનારો સમય જ કહેશે!

શું ઈન્દ્રનીલ રાજગુરૂ વગર રાજકોટ કોંગ્રેસ ટકી શકશે? તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવો.

Browse all news articles