વડોદરામાં ગંદકી કરશો તો હવે થશે ખિસ્સો ખાલી! VMC નો ઝીરો ટોલરન્સ એક્શન
By Our Vadodara
Published
.jpg?alt=media&token=90df1fb8-4e12-483c-86cd-865203f778bc)
વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ હવે કડક પગલાં ભર્યા છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ માત્ર 25 દિવસમાં જ પાલિકાએ રૂ. 28.43 લાખનો દંડ વસૂલીને નવો રેકોર્ડ બનાવ્યો છે. રસ્તા પર કચરો ફેંકનાર, પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર અને બાંધકામનો કાટમાળ ઠાલવનાર તત્વો સામે સઘન કાર્યવાહી ચાલી રહી છે.સ્માર્ટ સિટી હેઠળ લાગેલા CCTV કેમેરા અને કંટ્રોલ રૂમથી 24 કલાક મોનિટરિંગ થઈ રહ્યું છે, જેથી ગંદકી કરનારાઓની ઓળખ કરીને સીધો મેમો મોકલાઈ રહ્યો છે. નાઈટ વિજિલન્સ ટીમ પણ રાત્રે ચેકિંગ કરીને તત્વોને રંગેહાથ ઝડપે છે. પાલિકાનો સંદેશ સ્પષ્ટ છે કે ગમે ત્યાં ગંદકી અને કચરો ફેંક્યો છે તો દંડની તવાઈ વધુ કડક બનશે.