ગરમી વચ્ચે ગાર્ડનને લઇ AMCનો મહત્વપૂર્ણ નિર્ણય : બપોરે ગાર્ડન રહેશે ખુલ્લા

By Our Vadodara

Published

ગરમી વચ્ચે ગાર્ડનને લઇ AMCનો મહત્વપૂર્ણ નિર્ણય : બપોરે ગાર્ડન રહેશે ખુલ્લા

હાલ માં અમદાવાદ શહેર ભારે ગરમી વચ્ચે શેકાઈ રહ્યું છે. ગરમી નો paro સતત વધતા તાપમાન ૪૦ ઉપર જઈ રહ્યું છે. ત્યારે ભારે ગરમીને ધ્યાન માં રાખી પાલિકા એ લોકો ના હિત માં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ પાલિકા સંચાલિત બાગ બગીચા સવારે ૬ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી સંપૂર્ણપણે ખુલ્લા રહેશે. સામાન્યતઃ ગાર્ડન બપોરે ૧૨ થી ૪-૫ બંધ રહેતા હોય છે. પરંતુ ગરમીના પ્રકોપ ને જોતા પાલિકા એ ઉનાળાની ઋતુમાં બપોરના સમય દરમ્યાન બાગ બગીચા ખુલ્લા રાખવાનો સરાહનીય નિર્ણય લીધો છે. જેથી લોકો ગાર્ડન માં આરામ સાથે ઠંડક મેળવી શકે.

Browse all news articles