ગુજરાત મેટ્રો માટે ૩૪ નવી અત્યાધુનિક ટ્રેનનો ઓર્ડર: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મુસાફરી થશે વધુ સરળ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=45d48bff-800b-45db-a545-8fff6aaaab36)
સરકારે ગુજરાતમાં મેટ્રો સેવાનો વ્યાપ વધારવા કુલ ૩૪ નવા ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ ફેઝ-૨ માટે ૧૦ અને સુરત મેટ્રો માટે ૨૪ ટ્રેનનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનસેટ્સનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે નવા ૧૦ ટ્રેનસેટ્સ ઉમેરાવાથી અમદાવાદ-ગાંધીનગર કોરિડોર પર ટ્રેનોની ફ્રિકવન્સી વધશે, જેનાથી મુસાફરોનો રાહ જોવાનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતામાં મોટો ઉછાળો આવશે.