જયારે ખબર પડી 16 વર્ષની દીકરી ગર્ભવતી છે ત્યારે માતાના પગ તળે જમીન ખસી ગઈ! દુષ્કર્મની ફરિયાદ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=f99db250-cf7d-4084-b527-3502095be229)
વડોદરાના મકરપુરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માત્ર 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. જ્યારે માતાને દીકરીના 6 મહિનાના ગર્ભની જાણ થઈ ત્યારે જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.આ ઘટના માત્ર એક પરિવારનો દુઃખદ પ્રસંગ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે મોટો સવાલ છે શું આપણી દીકરીઓ ખરેખર સુરક્ષિત છે? પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. પરંતુ આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે દીકરીઓની સુરક્ષા માત્ર કાયદાથી નહીં, પણ સમાજની જાગૃતિ અને જવાબદારીથી પણ શક્ય છે.