અમદાવાદ ટ્રાફિક પોલીસનું X (Twitter) એકાઉન્ટ સસ્પેન્ડ: જાણો શું છે કારણ?
By Our Vadodara
Published
.jpg?alt=media&token=52200cde-31bf-421d-ae2d-c304cec23057)
અમદાવાદ ટ્રાફિક પોલીસનું સત્તાવાર X એકાઉન્ટ (@PoliceAhmedabad) હાલમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ સંબંધિત એક પોસ્ટ પર મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટ્સ આવતા, X ના નિયમોના સંભવિત ઉલ્લંઘનના કારણે આ પગલું લેવાયું છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓએ X કંપનીને ઈમેલ કરી આ બાબતે જાણ કરી દીધી છે. ટેકનિકલ પ્રક્રિયા બાદ ગુરુવાર સાંજ સુધીમાં એકાઉન્ટ ફરી કાર્યરત થાય તેવી પૂરી શક્યતા છે. નોંધનીય છે કે આ એકાઉન્ટ નાગરિકો માટે ટ્રાફિક અપડેટ્સ અને ફરિયાદો નોંધાવવાનું મહત્વનું માધ્યમ હોવાથી તેને ફરી શરૂ કરવા માટે તંત્ર સક્રિય થયું છે.