ડુમસ સી-ફેઝની સહેલગાહ હવે ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસમાં!
By Our Vadodara
Published
.jpg?alt=media&token=65d58542-3834-4355-9177-ad63aa909854)
ડુમસ સી-ફેઝ પ્રોજેક્ટના મુલાકાતીઓ માટે સુરત મહાનગરપાલિકા બે અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ શરૂ કરવા જઈ રહી છે. સ્થાયી સમિતિ દ્વારા આ બસો ખરીદવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે વર્ષો પહેલા બંધ થયેલી ડીઝલ ડબલ ડેકર બસની યાદો તાજી થશે. હવે જૂની યાદોની જગ્યાએ આધુનિક અને પ્રદૂષણમુક્ત ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ સુરતીઓનું નજરાણું બનશે.