સુરત પાલિકાનું 'મુગલીસરા' હવે 'શ્રી તાપીપુરા': નામકરણ સામે કોંગ્રેસના આકરા પ્રહારો

By Our Vadodara

Published

સુરત પાલિકાનું 'મુગલીસરા' હવે 'શ્રી તાપીપુરા': નામકરણ સામે કોંગ્રેસના આકરા પ્રહારો

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મુગલીસરા વિસ્તારને 'શ્રી તાપીપુરા' અને પાલિકાની મુખ્ય કચેરીને 'શ્રી તાપી ભવન' નામ આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. જે નિર્ણયનો કોંગ્રેસે સખત વિરોધ કરતા પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ભાજપ પર નિશાન સાધતા આને માત્ર રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ૧૯૯૫થી ભાજપનું શાસન હોવા છતાં અત્યારે જ આ નામ કેમ યાદ આવ્યું? પાલિકાની કચેરી ટૂંક સમયમાં ખટોદરા ખાતે નવા ૨૭ માળના બિલ્ડિંગમાં સ્થળાંતર થવાની છે, ત્યારે જૂની કચેરીના નામકરણ પાછળનો હેતુ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો હોવાનો દાવો કર્યો છે.

Browse all news articles