બ્રાન્ડેડ ‘લાઈઝોલ’ના નામે નકલી ક્લીનર બનાવતું કારખાનું ઝડપાયું: ૧૦.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

By Our Vadodara

Published

બ્રાન્ડેડ ‘લાઈઝોલ’ના નામે નકલી ક્લીનર બનાવતું કારખાનું ઝડપાયું: ૧૦.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

પરબ ગામના ઓમ ટેક્સટાઈલ પાર્કમાં ‘માપા ફેશન’ના નામે કોસ્મેટિક્સની આડમાં ડુપ્લીકેટ ક્લીનર બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. LCB પોલીસે દરોડો પાડીને ૨૩ વર્ષીય સંચાલક મોનિલ ઘોડિયાની ધરપકડ કરી છે. પોલીસેળાઈઝોલ બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકરવાળા ૮૬૦ કેન જેની કિંમત ₹૮.૫૯ લાખ થવા જાય છે. પેકિંગ મશીન અને કેમિકલ સહિત કુલ ₹૧૦.૭૦ લાખની મતા કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ કારખાનું ધમધમતું હતું. તૈયાર થયેલો નકલી માલ ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘ભારે ડિસ્કાઉન્ટ’ આપીને ગ્રાહકોને છેતરવામાં આવતો હતો.

Browse all news articles