સાવધાન! સૌરાષ્ટ્રમાં અગનગોળા વરસશે! રાજકોટમાં યલોએલર્ટ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=0750c2d7-f919-48d3-9fa0-a5ab44312dee)
ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે ત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા હોવાથી ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. રાજકોટમાં યલોએલર્ટ સાથે હીટવેવની પણ અસર જોવા મળી શકે છે, એટલે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવાનું રાખો. માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીથી રાજકોટવાસીઓનું જનજીવન બેહાલ બન્યું છે.