પિતાની હત્યા કરી ૧૫ વર્ષથી ફરાર કળિયુગી પુત્ર બિહારથી ઝડપાયો
By Our Vadodara
Published
.jpg?alt=media&token=bed2f74d-44e4-42ee-9518-751c3f9430ab)
સુરતના રાંદેર વિસ્તારમાં કામ-ધંધા અને પૈસાની બાબતે થયેલા ઝઘડામાં પુત્ર ઈમરાને પિતાની ચીપિયા વડે ઘાતકી હત્યા કરી હતી અને માતા પર જીવલેણ હુમલો કર્યો હતો. હત્યા બાદ આરોપી ઈમરાન ઉર્ફે ગુડ્ડ સતત પોતાનું ઠેકાણું બદલીને ફરાર હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ૧૯૫૦ કિલોમીટર દૂર નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી આરોપીને દબોચી આરોપીનો કબજો રાંદેર પોલીસને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.