શેરબજારમાં રોકાણના નામે વૃદ્ધ સાથે ૬૧.૯૫ લાખની છેતરપિંડી
By Our Vadodara
Published
.jpg?alt=media&token=90849d44-ede8-4e37-8671-6a52b441f81f)
મણીનગરના નિવૃત્ત પ્રોડક્શન મેનેજરને શેરબજારમાં રોકાણની લાલચ આપી સાયબર ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. ગૂગલ પરની એક જાહેરાત જોઈને વૃદ્ધ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા, જ્યાં અન્ય લોકો નફો મેળવતા હોવાના ખોટા સ્ક્રીનશોટ બતાવી વિશ્વાસમાં લેવાયા હતા. ત્યારબાદ એક લિંક દ્વારા તેમની અંગત વિગતો મેળવી છેતરપિંડી આચરાઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે કુલ ૬૩.૦૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. બદલામાં માત્ર ૧.૧૦ લાખ પરત કરીને બાકીના ૬૧.૯૫ લાખ ઓળવી લીધા હતા. જેને પગલે વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.