વાડજના બહુચર માતાના મંદિરમાં ચોરી : ચાંદીના ૫૭ પતરાં ગાયબ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=676b342f-3406-40ab-a7f7-8a3cb31e3755)
વાડજના ડાયાભાઈની ચાલીમાં આવેલા બહુચર માતાના મંદિરમાંથી અજાણ્યા તસ્કરો ચાંદીના ૫૭ પતરાં ચોરી ફરાર થઈ ગયા હતા. આ પતરાં પર પૂર્વજોની આકૃતિઓ કોતરેલી હતી. મંદિરના સંચાલક દશરથભાઈ સોલંકી જ્યારે બહારગામ હતા, ત્યારે રાત્રિ દરમિયાન મંદિરમાં ચોરી ની આ ઘટના બનવા પામી હતી. બીજા દિવસે સવારે મંદિર ખોલતા ચોરીની જાણ થઇ હતી. ત્યારે આ અંગે દશરથભાઈએ વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.