ઈંધણની અછત વચ્ચે AMC ની પહેલ : હોટલ અને કેન્ટિનને વિનામૂલ્યે અપાશે ગાયના છાણની સ્ટીક-છાણાં

By Our Vadodara

Published

ઈંધણની અછત વચ્ચે AMC ની પહેલ : હોટલ અને કેન્ટિનને વિનામૂલ્યે અપાશે ગાયના છાણની સ્ટીક-છાણાં

શહેરમાં ગેસની તંગીના એંધાણ વચ્ચે AMC ના CNCD વિભાગ દ્વારા ઈંધણના વિકલ્પ તરીકે ૧,૦૦૦ કિલો ગાયના છાણની સ્ટીક અને છાણાંનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વિવિધ હોસ્ટેલ, કેન્ટિન અને કોમ્યુનિટી કિચનને ૩૫૦ કિલો જેટલો જથ્થો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવ્યો છે. દાણીલીમડા અને બાકરોલના ઢોરડબામાં રાખવામાં આવેલી ૯૩૦ ગાયો દ્વારા દૈનિક ૩,૮૦૦ કિલોથી વધુ છાણ અને વેસ્ટમાંથી આ ઈંધણ તૈયાર કરવામાં આવે છે. નાના ચા-નાસ્તાના એકમો, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો તરફથી પણ માગ આવતા, કોર્પોરેશન ભવિષ્યમાં તેમની જરૂરિયાત મુજબ મદદ કરવા માટે તત્પર છે.

Browse all news articles