સુરતમાં ગેસની કોઈ અછત નથી, પેનિક ન થવા તંત્રની અપીલ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=2ed79b8f-6cc2-4722-ac11-128e3bbe8717)
મધ્ય-પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પૂરવઠા અધિકારી અને એસઓજી દ્વારા સચિન GIDC સ્થિત ઇન્ડિયન ઓઈલના ગોડાઉન અને વિવિધ રેસ્ટોરન્ટમાં લાઈવ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સુરતમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે. મહત્વનું છે કે ગેસની કૃત્રિમ અછત સર્જાતી રોકવા માટે સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને પેનિક ન થવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.