જગતપુરના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર PCB ના દરોડા, ૫ ઝડપાયા

By Our Vadodara

Published

જગતપુરના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર PCB ના દરોડા, ૫ ઝડપાયા

ચાંદખેડાના જગતપુર વિસ્તારમાં આવેલા 'સેવી સ્ટુડિયો' ફ્લેટમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ૫ લોકોને ઝડપી પાડ્યા છે. મકાન માલિક વિસ્મય તારેશભાઇ પંડયા બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવતો હતો અને દરેક જુગારી પાસેથી ૫૦૦ રૂપિયા લેતો હતો. હારી જનારા લોકો ગાડીઓ કે મોબાઈલ ફોન પણ ગીરવે મૂકતા હતા. પોલીસની કાર્યવાહીમાં ૬૩,૧૦૦ રોકડ, ૫ મોબાઈલ અને ૨ મોંઘી કાર સહિત કુલ ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૫ લોકોની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે PCB ટીમે બાતમીના આધારે આ ફ્લેટમાં ઓચિંતી રેડ કરીને આખું જુગારધામ ઝડપી પાડ્યું હતું.

Browse all news articles