અમદાવાદમાં બેફામ કારચાલકનો આતંક: અનેક વાહનોને ટક્કર માર્યા બાદ લોકોએ ઝડપી લીધો

By Our Vadodara

Published

અમદાવાદમાં બેફામ કારચાલકનો આતંક: અનેક વાહનોને ટક્કર માર્યા બાદ લોકોએ ઝડપી લીધો

શાહપુર તરફથી કાર લઈ પૂરપાટ ઝડપે આવી રહેલા દેવાંગ દંતાણી નામના 20 વર્ષીય યુવકે લાલ દરવાજા અને એલિસબ્રિજ વિસ્તારમાં ૩ થી ૪ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ભાડે કરેલી ગાડી માં બે આરોપી સાથે તેના બે મિત્રો પણ હતા. ત્યારે સ્ટેયરીંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરનાર કારચાલકનો સ્થાનિક લોકોએ પીછો કરી એલિસબ્રિજ પાસે પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં એક ગાડીને ગંભીર નુકસાન પહોચ્યું હતું. જયારે ઈજાગ્રસ્તો અંગે કોઈ માહિતી મળી નથી.

Browse all news articles