સોલામાં નકલી બ્રાન્ડેડ ઘડિયાળોનું વેચાણ ઝડપાયું, ૧૩૨ નકલી ઘડિયાળ સાથે વેપારીની ધરપકડ

By Our Vadodara

Published

સોલામાં નકલી બ્રાન્ડેડ ઘડિયાળોનું વેચાણ ઝડપાયું, ૧૩૨ નકલી ઘડિયાળ સાથે વેપારીની ધરપકડ

---

સોલા-ગોતાના વંદેમાતરમ રોડ પર એક દુકાનમાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી હોવાની બાતમીના આધારે LCB એ દરોડો પાડ્યો હતો. પોલીસને દુકાનમાંથી Casio, G-Shock, Bulgari જેવી બ્રાન્ડના લોગોવાળી ૧૩૨ નકલી ઘડિયાળો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૨.૭૯ લાખ રૂપિયા છે. પોલીસે દુકાન માલિક મૌલિક પારેખની ધરપકડ કરી સોલા પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી આ નકલી ઘડિયાળો ક્યાંથી મેળવતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે .

Browse all news articles