વસ્ત્રાપુરમાં ચોરી: ૧૫ દિવસ જૂના નોકરે કબાટમાંથી ૧૧ લાખના ઘરેણાં સાફ કર્યા

By Our Vadodara

Published

વસ્ત્રાપુરમાં ચોરી: ૧૫ દિવસ જૂના નોકરે કબાટમાંથી ૧૧ લાખના ઘરેણાં સાફ કર્યા

રાજપથ ક્લબની સામે આવેલી રંગીન પાર્ક સોસાયટીમાં રહેતા કાજલબેન પટેલ સામાજિક પ્રસંગમાં ગોંડલ ગયા હતા. જે બાદ પરત આવીને દાગીના બેડરૂમમાં લાકડાના કબાટમાં મૂક્યા હતા. 24 ફેબ્રુઆરીએ કાજલબેન જ્યારે દાગીના લેવા ગયા ત્યારે કબાટમાંથી દાગીના ગાયબ હતા. સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત કુલ 11 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીનાની ચોરી 15 દિવસથી તેમના ઘરે કામ કરતા લીલારામે ચોરી કરી ફરાર થયો હતો. જે અંગે કાજલબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Browse all news articles